ગુજરાત રાજયમાં ખુબ જ ઝડપથી થતા શહેરીકરણને કારણે ઉદભવતા વિવિધ પ્રશ્રોનું નિરાકરણ કરવા, શહેરીવિસ્તારમાં લોકોને માળખાગત સુવિધાઓ પુરી પાડવા તથા "સ્વચ્છ ગુજરાત - નિર્મળ ગુજરાત" ના સંકલ્પને યથાર્થ કરવા માટે શહેરી વિસ્તારમાં વિકાસલક્ષી યોજનાનું સંકલન થાય તે ખુબ જ જરૂરી હતું જે અર્થે થઈને જિલ્લા શહેરી વિકાસ એજન્સીની સંકલનકર્તા એજન્સી તરીકે રાજ્ય સરકાર દ્રારા રચના કરવામાં આવી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૩૦/૦૬/૯૮ ના ઠરાવમાં જણાવ્યા અનુસાર જિલ્લાકક્ષા એ ગ્રામ વિકાસ એજન્સીની જેમ શહેરી વિસ્તારોમાં પણ વિકાસ યોજનાનું સંકલન કરવા તથા મોનિટરીંગ કરવા હેતુસર તા. ૦૬/૦૫/૯૯ ના રોજ જિલ્લા શહેરી વિકાસ એજન્સી બનાસકાંઠાની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તથા સભ્ય સચિવ સિવાય કુલ ૧૬ સભ્યોનો સમાવેશ થાય છે. હોદાની રૂએ કલેકટરશ્રી, બનાસકાંઠાએ જિલ્લા શહેરી વિકાસ એજન્સી, બનાસકાંઠાના અધ્યક્ષ હોય છે.